હોમ ઓફિસે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસને હવે દસ સેકન્ડમાં 999 કોલનો જવાબ આપવાની અને શહેરી વિસ્તારોમાં 15 મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારોમાં 20 મિનિટમાં ગંભીર બનાવો વખતે ઘટના સ્થળે પહોંચવાના કડક નવા લક્ષ્યો સાથે પોલીસિંગમાં વ્યાપક સુધારાઓની જાહેરાત કરી છે. આ પગલાંનો હેતુ દળોને જવાબદાર બનાવવા અને જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો છે.

હોમ સેક્રેટરી શબાના મહમૂદે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ, ઓનલાઈન છેતરપિંડી અને પીડોફિલિયાનો સામનો કરવા માટે નિષ્ણાત ક્રાઇમ એનાલિસ્ટ્સ, ડિજિટલ ફોરેન્સિક્સ ટીમો, સાયબર ઇન્વેસ્ટીગેટર્સ, અને AI-સંચાલિત હોટસ્પોટ મેપિંગ રજૂ કરવાની યોજનાઓનો પણ ખુલાસો કર્યો હતો.

આ મોટા પુનર્ગઠનથી વર્તમાન 43 પોલીસ ફોર્સીસની સંખ્યા ​​ઘટીને 12 “મેગા ફોર્સ”ની થઈ જશે, જેની દેખરેખ આતંકવાદ, આંતરરાષ્ટ્રીય ગુના અને હિંસક અવ્યવસ્થાનો સામનો કરવા માટે સોંપવામાં આવેલી નવી નેશનલ પોલીસ સર્વિસ દ્વારા કરવામાં આવશે. સ્થાનિક પોલીસિંગ વિસ્તારો રહેશે, જે સમુદાય સંબંધો જાળવી રાખશે.

મહમૂદે આ સુધારાઓને “200 વર્ષમાં સૌથી મોટા પોલીસિંગ ઓવરહોલ” તરીકે વર્ણવ્યા હતા.

LEAVE A REPLY