શાળાઓ ફરીથી ખોલવાના નિર્ણયને એક અધ્યયન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે અને જણાવવામાં આવ્યું છે કે પુખ્ત વયના લોકો કરતા બાળકો થકી કોરોનાવાયરસ ફેલાવાની સંભાવના છ ગણી ઓછી હોય છે. સ્પેનિશ સંશોધનકારોએ તેમના તારણો સમર કેમ્પ પરના પરીક્ષણો બાદ જણાવ્યા હતા. જાણવા મળ્યું છે કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં 13થી 17 વર્ષની વયના બાળકો જેટલો જ ટ્રાન્સમિશન રેટ હતો.
બાર્સેલોનાની સેન્ટ જોન દ ડ્યુ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના સંશોધનકારોએ પાંચ અઠવાડિયા સુધી બાર્સેલોના વિસ્તારમાં આવેલી 22 સમર સ્કૂલના 1,900થી વધુ બાળકોને ટ્રેક કર્યા હતા. દર અઠવાડિયે હોસ્પિટલના કર્મચારીઓનું એક જૂથ કેમ્પમાં જતું હતું અને પીસીઆર ટેસ્ટ માટે તેમની લાળના નમૂના લેતું હતુ.
મુખ્ય સંશોધનકાર આયોલાન્ડા જોર્ડને જણાવ્યું હતું કે તેઓને 39 નવા કોરોનાવાયરસ કેસ મળી આવ્યા છે, જેમાંથી 30 બાળકોમાં હતા. આ બાળકોના પોતપોતાના જૂથોમાં 253 સંપર્કો હતા પરંતુ તેમાંથી ફક્ત 12 જ જણાને ચેપ લાગ્યો હતો. જેનો ચેપ દર 7.7 ટકા અને આર પ્રજનન દર 0.3 હતો. તે દર ખૂબ જ નીચો અને સામાન્ય વસ્તીમાં મળતા આર રેટ કરતા છ ગણો ઓછો હતો, જે 1.7 અને 2 ની વચ્ચે હોય છે.”
બાળકોને બબલ ગૃપમાં મૂકવા એ ટ્રાન્સમિશન રોકવાની અસરકારક રીત છે અને ટ્રેસિંગને પણ ટેકો આપે છે.