કોરોના વાઇરસ સંબંધિત નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા બાદ અમદાવાદમાં સોમવારથી મેટ્રો સેવા ફરી ચાલુ થઈ હતી. અગાઉ ગુજરાત સરકારે અનલોક-4ની માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેના અંતર્ગત હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે.
દરેક મુસાફરને સ્ટેશનમાં પ્રવેશતાં જ હેન્ડ સેનેટાઈઝ કરી તાપમાન ચેક થાય છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ટિકિટ આપવામાં આવે છે તથા ટ્રેનમાં પણ 3 ફૂટના અંતરે બેસવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કો લોકડાઉનને પગલે 25 માર્ચથી મેટ્રો ટ્રેન બંધ કરવામાં આવી હતી. દેશભરમાં 169 દિવસ બાદ ફરી મેટ્રો સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અમદાવાદમાં પણ મેટ્રો રૂટ ચાલુ કરવામાં આવ્યાં છે. શહેરમાં સવારે 11 થી 12.10 કલાક મેટ્રો ચાલશે. જ્યારે સાંજે 4.25 થી 5.10 કલાક સુધી મેટ્રો ટ્રેનની સેવા મળશે.