મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા શરદ પવારે મંગળવારે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે ચૂંટણી પંચમાં સુપરત કરવામાં આવેલા ચૂંટણી સોગંધનામાના સંદર્ભમાં તેમને નોટિસ આપી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં પવારે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે તેમને સુપરત કરેલી કેટલીક ચૂંટણી સંબંધિત એફિડેટિવના સંદર્ભમાં સ્પષ્ટતા માગી છે. તેમણે જણાવ્યું હતું કે મને ગઇકાલે નોટિસ મળી હતીી. અમને ખુશી કે તેઓ (સરકાર) તમામ સભ્યોમાં અમને પ્રેમ કરે છે. ચૂંટણી પંચે અમે પૂછ્યા બાદ આવકવેરા વિભાગે નોટિસ આપી છે. અમે નોટિસનો જવાબ આપીશું. તેમની પુત્રી અને લોકસભાના સભ્ય સુપ્રીયા સુલે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને આવી નોટિસ મળી છે તેવા સવાલના જવાબમાં પવારે આ જવાબ આપ્યો હતો. સંસદમાં એક તરફ વિપક્ષ અને સરકાર વચ્ચેની લડાઈ ચાલી રહી છે તેવા આ અહેવાલથી નવો રાજકીય ગરમાવો આવ્યો હતો.













