(Getty Images)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015ના વર્ષમાં દુનિયાના કુલ 58 દેશોનો પ્રવાસ કર્યો હતો. આ વિદેશ પ્રવાસ પાછળ કુલ 517.82 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, એમ વિદેશ મંત્રાલયે મંગળવારે રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું.

પીએમ મોદીની આ મુલાકાતો દરમિયાન,ભારતે ઘણા દેશો સાથે વિવિધ ક્ષેત્રોમાં કરારો કર્યા હતા. આમાં વેપાર, રોકાણ, સંરક્ષણ સહિતના મોટા ક્ષેત્રમાં MoU પણ થયા હતા. તેનાથી આર્થિક વિકાસનાં એજન્ડા પર રાષ્ટ્રીય મિશનનો વિસ્તાર થયો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ બાદથી વિદેશ પ્રવાસ કર્યો નથી. ફેબ્રુઆરીમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી કોઈ મોટા વિદેશી નેતાએ ભારતની મુલાકાત લીધી નથી.

કોરોના કાળથી, પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિદેશી નેતાઓ સાથે સંપર્કમાં રહે છે અને ઘણા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આ અઠવાડિયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફત સંબોધન કર્યું હતું.
વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી છે કે કોરોના સંકટ દરમિયાન ભારતે અનેક દેશોને મદદ કરી છે. કુલ 150 દેશોને દવાઓ, તબીબી ઉપકરણોની મદદ પૂરી પાડવામાં આવી છે. આ સમય દરમિયાન ભારતને જાપાન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇઝરાઇલ તરફથી પણ મદદ મળી છે.