ઉતરપ્રદેશમાં દેશની સૌથી મોટી અને સૌથી સુંદર ફિલ્મ સિટીનું નિર્માણ કરવાની જાહેરાત કર્યાના થોડા દિવસોમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ફિલ્મ સિટીના નિર્માણ માટે ગૌતમ બુદ્ધ નગરમાં યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળની એક હજાર એકર જમીનની ફાળવણી કરવામાં આવશે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે ફિલ્મ સિટી અંગેની તેમની યોજનાની વિગતો જાહેર કરી હતી.
ફિલ્મ સિટીમાં પ્રોડક્શન સ્ટ્રુડિયો, આઉટડોર લોકેશન, પોસ્ટ પ્રોડક્ટશન ફેસિલિટી, સ્પેશ્યલ ઇફેક્ટ સ્ટુડિયો, હોટેલ, વર્કશોપ, અમ્યુઝમેન્ટ પાર્ક, ફિલ્મ યુનિવર્સિટી, ફિલ્મ મ્યુઝિયમ વગેરેનું નિર્માણ કરવામાં આવશે.
આ યોજના મુજબ રાજધાની નવી દિલ્હીથી ફ્કત એક કલાક દૂર આવેલા વિસ્તારમાં ફિલ્મ સિટી બનાવવામાં આવશે. હતું. આ સ્થળ સૂચિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક હશે. આ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ એરપોર્ટ હશે. યોગીએ કહ્યું હતું કે દેશની શ્રેષ્ઠ ફિલ્મ સિટી અમે આપવા માગીએ છીએ અને એના પગલે રોજગારની સંખ્યાબંધ તકો પણ ઊભી થશે. અમે આ ફિલ્મ સિટી બનાવવાની કાર્ય યોજના તૈયાર કરવા નિષ્ણાતોને સૂચના આપી છે. આ સ્થળે વૈશ્વિક કક્ષાનો ઇન્ફોટેઇનમેન્ટ ઝોન સ્થપાશે. અહીં ફિલ્મોદ્યોગને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.