બ્રિટનમાં મકાનોના ભાવ સપ્ટેમ્બરમાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ એટલે કે વાર્ષિક 5%ના દરે વધ્યા હતા અને દેશના હાઉસિંગ માર્કેટમાં તીવ્ર સુધારો થયો છે એમ મોર્ગેજ પ્રોવાઇડર નેશનવાઇડે બુધવારે જણાવ્યું હતું.
અર્થશાસ્ત્રીઓના રાયટર્સ પોલમાં 4.5%ની વૃદ્ધિની સરેરાશ આગાહી કરતા પણ આ વૃદ્ધિ વધુ મજબૂત હતી અને સરેરાશ કિંમતો તાજીના રેકોર્ડની ઉંચી સપાટીએ પહોંચી છે. કોરોનાવાયરસ લૉકડાઉનને પગલે ઘરેથી કામ કરવાની જરૂરિયાત, સ્ટેમ્પ ડયુટીમાં કપાત અને શહેરી વિસ્તારોની બહાર મોટા મકાનો ખરીદવા માટે ધસારો થતાં બ્રિટનના હાઉસિંગ માર્કેટમાં તેજી જોવા મળી છે.
નેશનવાઇડે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં કરાયેલા સર્વેમાં ભાગ લેનારા લગભગ 10% લોકો રોગચાળાને કારણે ઘર બદલવાની પ્રક્રિયામાં હતા. લંડનમાં દર 15% વધ્યો હતો. 18% લોકોએ રોગચાળાને કારણે ઘર બદલવાનું વિચારતા હોવાનું જણાવ્યું હતું.
જો કે હાઉસિંગ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓએ ચેતવણી આપી છે કે બેરોજગારીમાં ઝડપથી વધારો થવાની ધારણા અને ફરીથી કોવિડ-19 કેસમાં વધારો થતાં આ મિનિ-બૂમની વરાળ ઝડપથી નીકળી જશે. રોઇટર્સના મતદાનમાં 0.5 ટકાની વૃદ્ધિની આગાહીની સરખામણીમાં ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બરમાં કિંમતોમાં 0.9% નો વધારો થયો છે.
મંગળવારે પ્રકાશિત થયેલ બેંક ઑફ ઇંગ્લેન્ડના ડેટાએ બતાવ્યું હતું કે મોર્ગેજની મંજૂરીઓ છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ વખત ઑગસ્ટમાં મંજૂર કરાઇ છે.