જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર સોમવારે થયેલા ત્રાસવાદી હુમલામાં CRPFના બે જવાન શહીદ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે કાશ્મીરનાા પંપોરના કંધીજલ બ્રિજ પર CRPFની 110મી બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસની ફરજ પર હતી ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર ચાલુ કર્યો હતો. આ ગોળીબારમાં બે જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને સારવાર માટે આર્મીની હોસ્પીટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. 27 સપ્ટેમ્બરના રોજ લવામાના અવંતીપોરોના સંબૂરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષાદળોએ બાતમીના આધારે સર્ચઓપરેશન હાથ ધર્યુ હતું અને ત્રાસવાદીનો સફાયો કર્યો હતો.