આ વર્ષના મેડિસનના નોબેલ પ્રાઇઝના વિજેતા હાર્વી જે ઓલ્ટર, માઇકલ હ્યુટન અને ચાર્લ્સ એમ રાઇસ સ્ક્રીન પર દેખાય છે. (Claudio Bresciani/TT News Agency/via REUTERS )

આ વર્ષે મેડિસિનનું નોબલ પ્રાઇઝ હાર્વે જે. અલ્ટર, માઈકલ હ્યુટન અને ચાર્લ્સ એમ. રાઇસને સંયુક્તપણે આપવામાં આવશે. હેપેટાઈટિસ C વાઈરસની શોધ માટે ત્રણેય વૈજ્ઞાનિકોને સંયુક્તપણે નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે.

આ વૈજ્ઞાનિકોમાં અમેરિકાના બે અને બ્રિટનના એક વૈજ્ઞાનિકનનો સમાવેશ થાય છે. નોબેલ ફાઉન્ડેશનને જણાવ્યું હતું કે આ વૈજ્ઞાનિકોની શોધને કારણે હિપેટાઇટીસ સી વાઇરસને સંપૂર્ણપણે નાબૂદ કરવાની શક્યતા ઊભી થઈ છે. આ શોધ પહેલા હિપેટાઇટીસ એ અને બી વાઇરસની શોધ મહત્ત્વનું પગલું હતું. નોબેલ વિજેતાને 1.1 મિલિયન ડોલરનું ઇનામ મળશે.

નોબલ પ્રાઇઝની શરૂઆત ડાયનામાઇટની શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબલે કરી હતી. તેમની પુણ્યતિથિ 10 ડિસેમ્બરના રોજ આ અવૉર્ડ આપવામાં આવશે મેડિસિનના નોબલ વિજેતાઓનું સિલેક્શન સ્વીડનની કેરોલિંસ્કા ઈન્સ્ટિટયૂટના 5 સભ્યની કમિટી કરે છે. અવૉર્ડ તરીકે એમાં 10 લાખ સ્વીડિશ ક્રોનરની રકમ આપવામાં આવે છે. એકથી વધુ વિજેતા હોવા પર રકમ એકસરખી રીતે વહેંચવામાં આવે છે. આ સિવાય ભૌતિક, રસાયણ, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રમાં પણ નોબલ આપવામાં આવે છે.