કોરોના વાઇરસ માટેની ચાર દિવસની સારવાર માટે યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાંથી બહાર નીકળીને પાંચ ઓક્ટોબરે વ્હાઇટ હાઉસ જવા રવાના થયા હતા. (REUTERS/Jonathan Ernst)

કોરોના પોઝિટિવ આવ્યા પછી ત્રણ દિવસની સારવાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી સોમવારે રજા આપવામાં આવી હતી અને તેઓ હોસ્પિટલથી વ્હાઈટ હાઉસ આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. જોકે તેમના ડોક્ટરે કહ્યું છે કે પ્રેસિડન્ટે તબિયતનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે હજુ જોખમ સંપૂર્ણ ટળ્યું નથી.

હેલિકોપ્ટરમાં મારફત વ્હાઈટ હાઉસ પહોંચ્યા બાદ તેમણે માસ્ક ઉતારી દીધું હતુ. માસ્ક કાઢી નાખવાના મુદ્દે જો બિડેને ટ્રમ્પની ટીકા કરતાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ વાઇરસને ગંભીરતાથી લેતા નથી. બિડેને જણાવ્યું હતું કે ટ્રમ્પે અમેરિકાના લોકોને સંદેશ આપવો જોઇએ કે માસ્ક મહત્ત્વનું છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ 15 ઓક્ટોબરે થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લઈ શકે છે. જોકે વ્હાઈટ હાઉસ તરફથી આ વિશે હજુ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી.