ભારતની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસ અમેરિકાની એનેલિટિક્સ કંપની બ્લુ એકોર્ન આઈસીઆઈને ખરીદવાની સમજૂતી કરી હોવાની આઠ ઓક્ટોબરે જાહેરાત કરી હતી. આ સોદો 125 મિલિયન ડોલર થયો છે. આ હિલચાલથી ઇન્ફોસિસની એન્ડ ટુ એન્ડ કસ્ટમર સર્વિસ વધુ મજબૂત બનશે. બ્લૂ એકોર્ટન અમેરિકામાં વ્યાપક હાજરી ધરાવે છે. 2019માં તેની આવક 43.6 મિલિયન ડોલર હતી.
નિયમનકારી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે બ્લુ એકોર્ન આઈસીઆઈની પાસે ઉત્તમ ગ્રાહક અનુભવ, ડિજિટલ કોમર્સ, એનેલિટિક્સ અને અનુભવ આધારિત કોમર્સ સર્વિસસ ઓફર કરે છે. તેનાથી ઈન્ફોસિસની ક્રોસ-ટેકનીક ક્ષમતામાં મહત્વનો વધારો થશે. ઈન્ફોસિસના પ્રમાણે, આ સોદો 125 મિલિયન ડોલરમાં થયો છે. તેમાં મેનેજમેન્ટ ઈન્સેન્ટિવ અને બોનસ પણ સામેલ છે. આ સોદો નાણાકીય વર્ષ 2021ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પૂરો થઈ શકે છે.
ઈન્ફોસિસના પ્રેસિડન્ટ રવિ કુમાર એસએ જણાવ્યું હતું કે કે પોતાના ગ્રાહકોની ડિજિટલ પ્રાથમિકતાઓને પૂરી કરવાની ઈન્ફોસિસની સફરમાં બ્લુ એકોર્ન આઈસીઆઈની ખરીદી એક મહત્વનો માઈલસ્ટોન સાબિત થશે.