બિહાર વિધાનસભાની ચૂંટણીના 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કામાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 52.24 ટકા મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકોના ઉમેદવારોનું ભાવિ નક્કી થયું છે. કોરોનાની મહામારી હોવા છતાં સવારથી મતદાનમથકોની બહાર કતારો જોવા મળી હતી. કોરોના કાળ હોવાથી ચહેરા પર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાયું હતું. કોરોના કાળમાં આ એક સૌથી મોટી ચૂંટણી શરૂ થઇ હતી.
71 બેઠકો માટે કુલ 1066 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. પ્રથમ કબક્કામાં મતદાનમાં કુલ 2 કરોડ 14 લાખ મતદારો મતદાન કરશે. રાજ્યમાં આ વખતે નીતિશકુમારના વડપણ હેઠળના એનડીએ અને તેજશ્વી યાદવના વડપણ હેઠળ મહાગઠબંધન વચ્ચે ખરાખરીની લડાઇ છે. ઓપિનિયન પોલમાં નીતિશ કુમાર અને એનડીએેના પુનરાગમનની આગાહી કરાઇ હતી.