રવિવારે નોર્થ લંડનના કેન્ટિશ ટાઉનમાં ડ્રાઇવિંગ કરતી વખતે એક સાઇકલ સવારને પોતાની SUV કાર વડે ટક્કર મારવાના આરોપસર લેબર પક્ષના નેતા કેર સ્ટાર્મરની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ઘટના બાદ રાઇડરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ લેબર નેતા સર કીર સ્ટારરની સંડોવણી અંગે તપાસ કરી રહી છે.
વિપક્ષી નેતાના પ્રવક્તાએ કહ્યું કે ‘’કેરે આ ઘટનાની જાણ તરત જ પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેમણે સ્થળ પર હાજરી આપનાર બ્રિટીશ ટ્રાન્સપોર્ટ પોલીસના અધિકારી સાથે વાત કરી હતી અને અધિકારી તથા અકસ્માતમાં સામેલ અન્ય વ્યક્તિ સાથે વિગતોની આપ-લે કરી હતી. એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી કેર ઘટના સ્થળે રોકાયા હતા.” માનવામાં આવે છે કે સ્ટાર્મર અકસ્માતમાં ઘાયલ થયા નથી.
સન અખબારે એક સાક્ષી, આઇટી ડેવલપર નિકોલસ જેન્સને ટાંકતા જણાવ્યું હતું કે તેણે એક જોરદાર બેંગ સાંભળ્યો હતો અને પછી એક સાયકલ ચલાવનારને પેવમેન્ટ પર જોયો હતો.
મેટ્રોપોલિટન પોલીસે આ અંગે અકસ્માતમાં સ્ટાર્મરની સંડોવણી હોવાની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે નિવેદનમાં જણાવ્યું છે કે “લંડન એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા રવિવાર 25 ઓક્ટોબરના રોજ લગભગ બપોરે 12.20 વાગ્યે ગ્રાફ્ટન રોડ, NW5 માં સાયકલ ચલાવનાર અને કાર વચ્ચે માર્ગ અકસ્માતના અહેવાલને લઈને પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. પુરૂષ સાયકલ સવારને હાથમાં સામાન્ય ઇજા થઈ હતી અને સાવચેતી તરીકે એલ.એ.એસ. દ્વારા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ પાછળથી કારના ડ્રાઈવરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસને આ કેસની જાણ કરવાની સલાહ આપી એક સંદેશ મોકલ્યો હતો. ત્યારબાદ કારના ચાલકે નોર્થ લંડન પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી. જો કે કોશન હેઠળ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો ન હતો કે તેની ધરપકડ કરવામાં આવી ન હતી.’’