(Photo by Ian Forsyth/Getty Images)

લેબર પાર્ટીએ શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયોના લોકોને શિયાળાના સમયમાં કવિડ-19ના બીજા સ્પાઇકથી બચાવવા માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે. બેરોનેસ ડોરેન લોરેન્સના એક નવા અહેવાલમાં જણાવાયું છે કે BAME સમુદાયો પર રોગચાળાની અસર સમગ્ર દેશમાં થઇ રહી છે.

આ રિપોર્ટનું સ્વાગત કરતાં લેબર લીડર અને એમપી કેર સ્ટાર્મરે જાહેરાત કરી હતી કે આગામી લેબર સરકાર સ્રોતની માળખાકીય વંશીય અસમાનતાને દૂર કરવા માટે રેસ ઇક્વાલીટી એક્ટ લાગુ કરશે અને સરકારને બેરોનેસ ડોરેન લોરેન્સની ભલામણોનો ઉપયોગ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આમ કરવાની નિષ્ફળતા આપણા ઘણા વડિલ નાગરિકો શિયાળા દરમિયાન જોખમમાં મૂકાશે.

બેરોનેસ લોરેન્સે પોતાના અહેવાલમાં સરકારની મશીનરી, આરોગ્ય, રોજગાર અને શિક્ષણ પ્રણાલી સહિતના કેટલાક મહત્વના ક્ષેત્રોમાં માળખાગત અસમાનતાઓને રોકવા અને લોકોને જોખમોથી બચાવવા માટે તાકીદની અને લાંબા ગાળાની ભલામણો કરી છે. તેમણે સરકારને શિયાળો નજીક આવે છે ત્યારે શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય લોકોને બચાવવા માટેની યોજના તાકીદે અમલમાં મુકવા અને રોગચાળા દરમિયાન ‘જાહેર ભંડોળ નહિં લેવાનો’ નિયમ સસ્પેન્ડ કરવા અપીલ કરી છે. રિપોર્ટમાં કેન્દ્ર સરકારના પોર્ટલ પર એમ્પલોયર માટે તેમના કોવિડ-19 જોખમની કાનૂની આવશ્યકતા રજૂ કરવા જણાવ્યું છે.

એવી દલીલ કરાઇ છે કે માળખાકીય જાતિવાદ BAME સમુદાયને કટોકટીની અપ્રમાણસર અસર તરફ દોરી ગયો છે. અહેવાલમાં સમાજમાં અસમાનતા ઘટાડવા માટે લાંબા ગાળાની ભલામણો પણ કરવામાં આવી છે.

બેરોનેસ લોરેન્સે જણાવ્યું હતું કે “આપણે ટાળી શકાય તેવા સંકટની વચ્ચે છીએ અને સરકાર તથ્યોને અવગણી શકે નહીં. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો વધુ લોકો બિનજરૂરી રીતે મરી જશે. જો માળખાકીય અસમાનતાઓને દૂર કરવા માટે લાંબા ગાળાની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ અન્યાયને રોગચાળા બાદ પણ જોતા રહીશું.

લેબરના શેડો મિનીસ્ટર ફોર વીમેન અને ઇક્વાલીટી માર્શા ડી કોર્ડોવાએ કહ્યું હતું કે “આ કટોકટીએ વંશીય અસમાનતાઓ ઉભી કરી છે જે આપણા સમાજમાં લાંબા સમયથી છે. પરંતુ સરકાર એ સ્વીકારવા તૈયાર નથી કે આ મુદ્દાઓ માળખાકીય છે.