દિવાળીના તહેવાર દરમિયાન લોકોની ભીડના કારણે કોરોનના કેસોમાં ફરી એકવાર વધારો થયો છે, ત્યારે અમદાવાદ બાદ હવે સુરતમાં વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાંના ભાગરૂપે ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે.
હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા દરરોજ 8000થી 9000 સુધી કોરોના ટેસ્ટ કરે છે. શહેરમાં દૈનિક આશરે 150 જેટલા પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે. સુરતના 71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં કોવિડના ટેસ્ટ થઈ રહ્યાં છે. 80 ધનવતરી રથ દ્વારા પર પણ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. પાલિકા દ્વારા તમામ તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગીચ વિસ્તાર સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારે કરવામાં આવે છે. સુરત રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન સહિત કુલ 71 ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં કોવિડ ના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યા છે.
સુરતના પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ સંખ્યા 7750 જેટલી છે. જેમાંથી 7200 જેટલા બેડ ખાલી છે અને 550 બેડ પર દર્દીઓ ની સારવાર ચાલી રહી છે. 56 દર્દી ઓક્સિજન પર છે. 10 બાયપેપ અને 5 વેન્ટિલેટર પર છે.