યુનાઇટેડ આરબ અમીરાતે પાકિસ્તાન અને બીજા કુલ 11 દેશોના મુલાકાતીઓને નવા વિઝા આપવા પર બુધવારે કામચલાઉ પર પ્રતિબંધ મૂક્યો છે, એમ વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું. યુએઇએ પ્રતિબંધ જાહેર કર્યો છે એવા મોટા ભાગના દેશો મુસ્લિમ દેશો છે. આ દેશોમાં તૂર્કી, યમન, સિરિયા, ઇરાક, સોમાલિયા, લીબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થયો હતો.

પાકિસ્તાનના વિદેશ ખાતાએ બુધવારે સાંજે આ સમાચારને સમર્થન આપ્યું હતું પરંતુ પોતાનો બચાવ કરતાં એવી દલીલ કરી હતી કે વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે યુએઇએ આ પગલું જાહેર કર્યું હતું. જો કે યુએઇએ એવી સ્પષ્ટતા કરી હતી કે જેમને અગાઉ વિઝા અપાઇ ગયા છે એવા લોકોના વિઝા માન્ય ગણાશે. પરંતુ હવે પછી પાકિસ્તાન સહિત કુલ 12 દેશોના નાગરિકોને વિઝા નહીં મળે. આ બાર દેશોમાં ભારતનો સમાવેશ થતો નથી.