(istockphoto.com)

ટોચની મનાતી વોરીકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ દ્વારા વેસ્ટ મિડલેન્ડ્સના વિવાદાસ્પદ અને અસંખ્ય કૌભાંડો સાથે જોડાયેલા હોવાનો આરોપ ધરાવતા ડેપ્યુટી પોલીસ અને ક્રાઈમ કમિશનર વહીદ સલીમની નિમણૂક બર્મિંગહામ સ્ટેડિયમ ખાતે આવેલા અને અગાઉ એશિઝનું આયોજન કરનાર એજબેસ્ટન ફાઉન્ડેશનના બોર્ડમાં કરતા વિવાદ ઉભો થયો છે. સલીમની ભૂમિકા બાબતે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આ વર્ષે પોલીસ અને ક્રાઈમ પેનલે કમિશ્નરની કામગીરીની ચકાસણી કરી હતી. સલીમનુ જાહેર અને ખાનગી જીવન તેની ઓફિસને બદનામ કરી શકે તેવી ચિંતા વચ્ચે તેમની ડેપ્યુટી પોલીસ અને ક્રાઈમ કમિશ્નર તરીકે નિમણૂક ન કરવી જોઇએ તેવો મત આપ્યો હતો. તેમ છતાં સલીમની નિમણૂક કરવામાં આવી હતી.

2004માં, વૉલ્સોલ કાઉન્સિલની પ્રોપર્ટી માટેની ટેન્ડર પ્રક્રિયામાં હેરાફેરી બદલ તેને એક વર્ષ માટે કોઈ લોકોલ ઓથોરીટીમાં ફરજ બજાવવા બદલ મનાઇ કરાઇ હતી. સલીમે એકવાર આત્મહત્યા કરનાર વ્યક્તિની મજાક ઉડાવી હતી અને શહેરની શાળાઓ પર રૂઢીચુસ્ત મુસ્લિમ મૂલ્યો લાદવાની કથિત ટ્રોજન હોર્સની કાવતરું કરવાની ભજવી હતી. સરકારી તપાસમાં શાળાઓએ ઉગ્રવાદી મંતવ્યોને સમર્થન આપ્યા હોવાના પુરાવા મળ્યાં છે, પરંતુ સલીમે ઑફસ્ટેડ પર સામો આરોપ લગાવ્યો હતો.  તેઓ બર્મિંગહામ અને સોલીહલ મેન્ટલ હેલ્થ ટ્રસ્ટના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, મિડલેન્ડ્સ એર એમ્બ્યુલન્સના ટ્રસ્ટી તરીકે પણ સેવાઓ આપે છે.

વૉરીકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સલીમે ખાતરી કરવાની જરૂર રહેશે કે તેમના ઉચ્ચ ધોરણો નૈતિક હશે અને જો તેમણે આવા ધોરણોનો ભંગ કર્યા છે તેમ સાબિત થશે તો તેઓ કાર્યવાહી કરવામાં અચકાશે નહીં”. ક્લબની ઑફિશ્યલ ચેરીટી એજબસ્ટન ફાઉન્ડેશને સલીમને “એક સિવિક લીડર ગણાવી તેમણે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે હાઇ પ્રોફાઇલ હોદ્દાઓ સંભાળ્યા હોવાનું જણાવ્યું હતું.”

સલીમ વતી જવાબ આપતા વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ અને ક્રાઈમ કમિશ્નર ડેવિડ જેમિસને કહ્યું હતું કે  “વેસ્ટ મિડલેન્ડ્સના લોકોની સેવા કરવાની તેમની પ્રતિબદ્ધતા સામે કોઇ પ્રશ્ન નથી.”