(Photo by Leon Neal/Getty Images)

યુકેની ફેશન ચેઇન પીકોક્સ અને યેગર એડમીનીસ્ટ્રેશનમાં હોવાની જાહેરાત થતાં આશરે 500 જેટલી શોપ્સ બંધ થવાથી 4,700 લોકોની  નોકરીઓ જોખમમાં મૂકાઇ છે.

તેની પેરેન્ટ કંપની EWM ગૃપે કહ્યું હતું કે એડમિનીસ્ટ્રેટરની નિમણૂંક કરવામાં આવી છે, જોકે હજુ સુધી કોઈ રીડન્ડન્સી અથવા સ્ટોર બંધ થવાની પુષ્ટિ થઈ નથી. કાર્ડિફ સ્થિત પીકોક્સમાં 4,369 સ્ટાફ કામ કરે છે અને દેશભરમાં તેની 423 શોપ્સ આવેલી છે. જ્યારે યેગરના 76 સ્ટોર્સ ધરાવે છે અને તેમાં 347 કર્મચારી કામ કરે છે.

EWMએ આ મહિનાની શરૂઆતમાં તેના એડિનબરા વૂલન મિલ અને પોંડન હોમને એડમીનીસ્ટ્રેશનમાં મૂક્યા હતા અને પીકોક્સ અને યેગર માટે કોઈ ખરીદનાર અથવા રોકાણકાર મળશે તેવી આશા રાખી હતી. જો કે તેમ કરવા માટે બે અઠવાડિયાની હાઈકોર્ટની સમયમર્યાદા હવે સમાપ્ત થઈ ગઈ છે. EWMએ કોરોનાવાયરસના કારણે “રિટેલ ક્ષેત્રના સતત બંધ થવાના વલણ”ને દોષીત ઠેરવ્યુ હતુ.