ભારતમાં કોરોના વાઇરસના નવા કેસની સંખ્યા શુક્રવારે સતત 19માં દિવસે 30,000થી નીચી રહી હતી. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે આઠ વાગ્યે જારી કરેલી માહિતી મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં 20,035 નવા કેસ નોંધાયા હતા. તેનાથી કુલ કેસની સંખ્યા વધીને 1,02,86,709 થઈ હતી. આની સામે અત્યાર સુધી 98.83 લાખ લોકો કોરોનાથી રિકવર થયા હતાં.
છેલ્લાં 24 કલાકમાં 256 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,48,994 થયો હતો. દેશમાં કોરોનાના રિકવરી રેટ 96.08 ટકા રહ્યો હતો, જ્યારે મૃત્યુદર 1.45 ટકા રહ્યો હતો. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 11માં દિવસે ત્રણ લાખથી નીચી રહી હતી. હાલમાં દેશમાં 2,54,254 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 2.47 ટકા છે. મહારાષ્ટ્રમાં 58 લોકો, કેરળમાં 30, પશ્ચિમ બંગાાળમાં 29 અને છત્તીસગઢમાં 21 લોકોના મોત થયા હતા.