Corona test mandatory for travelers from 5 countries in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ સોમવારે નોંધાયો હતો. બ્રિટનથી પરત ફરેલા વડોદરાના 32 વર્ષના યુવકનો કોરોનાના નવા સ્ટ્રેનનો રિપોર્ટ પોઝિટિવ શહેરમાં યુકેના ખતરનાક કોરોનાની એન્ટ્રી થઇ હતી.

આ યુવક ૧૫ દિવસ પહેલા યુકેથી વડોદરા આવ્યો હતો. તે સમયે તેનો રિપોર્ટ નેગેટિવ હતો. ત્રણ દિવસ બાદ તેનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા છેલ્લા બાર દિવસથી ગોત્રી હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ હતી. ગોત્રીના ડોક્ટરે આ યુવક અને તેની સાથે સંપર્કમાં આવેલા અન્ય ત્રણ યુવકોના સેમ્પલ કોરોનાના નવા સ્ટ્રેનના રિપોર્ટ માટે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીમાં મોકલી આપ્યા હતા. ત્રણ પૈકી યુકેથી પરત આવેલા યુવકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે અન્ય ત્રણના રિપોર્ટ નગેટિવ આવ્યા હતા.


Warning: A non-numeric value encountered in /home2/aj123/public_html/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 308