(Photo by Cameron Spencer/Getty Images)

ભારતીય ફાસ્ટ બોલર સિરાજે મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં કુલ 13 વિકેટ લીધી છે. એ સાથે, તેણે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથનો રેકોર્ડ તોડ્યો છે.

બ્રિસ્બેન ટેસ્ટની ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં મોહમ્મદ સિરાજે વેધક બોલિંગ સાથે પાંચ વિકેટ ખેરવી હતી. તેણે લબુશેન, મેથ્યુ વેડ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડને પેવેલિયન ભેગા કર્યા હતા. આ સાથે, સિરાજ ઓસ્ટ્રેલિયામાં ધરતી પર ડેબ્યુ કરી એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ હાંસલ કરનારો ભારતીય બોલર બની ગયો છે. તેણે ડેબ્યુ સિરીઝમાં કુલ 13 વિકેટ લીધી છે. 1991-92માં શ્રીનાથે પણ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ડેબ્યુ કર્યું હતું. તેણે એ ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં 10 વિકેટ મેળવી હતી. આ સિવાય દત્તુ ફડકરે 1947-48માં ઓસ્ટ્રેલિયામાં ડેબ્યુ કરીને 8 વિકેટ ઝડપી હતી.