Croydon Council
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતીય રિઝર્વ બેન્કે ગેરરીતિની માહિતીમાં વિલંબ બદલ ગુરુવારે વિદેશી બેન્ક સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડને રૂ.2 કરોડની પેનલ્ટી ફટકારી હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડિરેક્ટન્સ 2016ના નિયમોનું પાલન ન કરવા બદ આ પેનલ્ટી ફટકાવામાં આવી છે. 31 માર્ચ 2018થી 31 માર્ચ 2019 દરમિયાન નાણાકીય સ્થિતિની તપાસ દરમિયાન એક ગેરરીતિની માહિતી બહાર આવી હતી. આ ગેરરીતિ અંગે બેન્કે રિઝર્વ બેન્કને સમયસર માહિતી આપી ન હતી.

આ નિયમોના પાલન ન કરવા બદલ બેન્કને નોટિસ આપીને પૂછવામાં આવ્યું હતું કે તેની સામે પેનલ્ટી શા માટે લાદવામાં ન આવે છે. બેન્કના જવાબને ધ્યાનમાં લીધા બાદ રિઝર્વ બેન્કે નિર્ણય કર્યો હતો કે નિયમ પાલન ન થવાનો આરોપ વાજબી છે અને તેથી પેનલ્ટી લાદવાની જરૂર છે.