ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1.84 લાખ થઈ છે અને તે કુલ કેસના માત્ર 1.73 ટકા છે. દેશમાં કુલ એક્ટિવ કેસના આશરે 64.71 ટકા ટકા મહારાષ્ટ્ર અને કેરળમાં છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે અપડેટ કરેલી માહિતીમાં જણાવ્યું હતું.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 13,203 કેસ નોંધાયા હતા અને 13,298 લોકો કોરોનાથી રિકવર થયા હતા. આ સમયગાળામાં કોરોનાથી 131 વ્યક્તિના મોત થયા હતા, જે આઠ મહિનામાં સૌથી ઓછા દૈનિક મોત છે.
સોમવાર સવાર સુધીમાં દેશમાં કોરોના કેસ કુલની સંખ્યા 1,03,30,084 હતી. આની સામે 1,01,45,02 લોકો રિકવર થયા હતા. સોમવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 16,15,504 લોકોને વેક્સિન અપાઇ હતી.