ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમને સોમવારે ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ટેક્સ ભરનારા કરદાતાઓને આ વખતે પણ બજેટમાં કંઇ ખાસ મળ્યું નથી. નાણાપ્રધાન દ્વારા ટેક્સ સ્લેબમાં કોઇપણ ફેરફાર કરવામાં આવ્યા નથી.
નાણાપ્રધાને જાહેરાત કરી કે, દુનિયા મોટા સંકટમાંથી પસાર થઇ રહી છે, ત્યારે બધાની નજર ભારત પર છે. આવામાં કરદાતાને તમામ સુવિદ્યાઓ આપવી જોઇએ. બજેટમાં સીનિયર સિટીજન માટે સ્પેશિયલ જાહેરાત કરી. ૭૫ વર્ષથી વધુ વયના સીનિયર સિટીજનને હવે ટેક્સમાં રાહત આપવામાં આવી છે. હવે ૭૫ વર્ષથી વધુ ઉંમરવાળાને ટેક્સ રિટર્ન નહીં ભરવું પડે. જો કે, આ લાભ માત્ર પેન્શન લેનારાઓને લાભ મળશે.
નિર્મલા સીતારમને કહ્યું હતું કે કે, એનઆરઆઇ લોકોને ટેક્સ ભરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી, પરંતુ આ વખતે તેમને ડબલ ટેક્સ સિસ્ટમમાંથી છૂટ આપવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, સ્ટાર્ટ અપને જે ટેક્સ આપવામાં શરૂઆતમાં છૂટ આપવામાં આવી હતી, હવે તેને ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી વધારવામાં આવી છે.