ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને નવી દિલ્હીમાં સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરવા માટે સંસદમાં જતાં પહેલા તેમની સાથે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ અને રાજ્ય કક્ષાના નાણાપ્રધાન અનુરાર ઠાકુર તેમની સાથે હતા. REUTERS/Anushree Fadnavis

ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવારે સંસદમાં 2020-21ના નાણાકીય વર્ષ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન અર્થતંત્રમાં રિકવરી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરક ખર્ચમાં વધારો કરવાની તથા હેલ્થકેર માટેની જોગવાઈમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. બજેટના મુખ્ય મુદ્દા નીચે મુજબ રહ્યાં હતા.

રાજકીય ખાધ

ભારતની રાજકોષીય ખાધ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીના 9.5 ટકા રહેવાનો અંદાજ
આગામી વર્ષ રાજકોષીય ખાધ ઘટીને જીડીપીના 6.8 ટકા રહેવાનો અંદાજ

હેલ્થકેર

નાણાપ્રધાન 2021-22ના વર્ષ માટે હેલ્થકેર માટે 2.2 ટ્રિલિયન રૂપિયા (30.20 બિલિયન ડોલર)ની જોગવાઈ કરી
ટૂંક સમયમાં દેશમાં વધુ બે કોરોના વેક્સિન આવવાની ધારણા છે.
નવી કેન્દ્રીય હેલ્થ સ્કીમની શરૂઆત થશે, જેના માટે છ વર્ષમાં 641 બિલિયન રૂપિયા (8.80 બિલિયન ડોલર)ની જોગવાઈ
કોરોના વેક્સિન માટે 350 બિલિયન રૂપિયા (4.81 બિલિયન ડોલર)ની જોગવાઈ, જરૂર પડશે તો વધુ ફંડ મળશે.

ફાઇનાન્સ

સરકારી બેન્કો માટે 200 બિલિયન રૂપિયા (2.74 બિલિયન ડોલર)ની મૂડીસહાય
વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણકારોને 74 ટકા સુધી રોકાણની દરખાસ્ત
બેન્કોની બેડ એસેટ માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની સ્થાપના
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા 15 બિલિયન રૂપિયા (205.50 મિલિયન ડોલર)ની ફાળવણી
એક વ્યક્તિની કંપનીની સ્થાપના માટે પ્રોત્સાહનો

ટેક્સ
સિનિયર સિટિશનને ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં મુક્તિની દરખાસ્ત
બિનનિવાસી ભારતીયો માટે પર્સનલ ઇનકમ ટેક્સમાં ફેરફારની દરખાસ્ત
નાના કરદાતા માટે વિવાદ નિવારણ સમિતિની રચના
પર્સનલ ઇનકમ ટેક્સના સ્લેબ યથાવત

ડિસઇન્વેસ્મેન્ટ
સરકાર જાહેર સાહસોમાં હિસ્સાના વેચાણ મારફત 1.75 ટ્રિલિયન રૂપિયા (23.97 બિલિયન ડોલર) એકત્ર કરવાનો લક્ષ્યાંક
બે સરકારી બેન્કોનું ડિસઇન્વેસ્મેન્ટ
એલઆઇસીનો આઇપીઓ લાવવવાની યોજના
સરકારી કંપનીઓના ખાનગીકરણ માટે નીતિ જાહેર થશે