વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાલયનો ગ્લેશિયર તૂટવાથી ઉત્તરાખંડમાં સર્જાયેલા જળપ્રલયની સ્થિતિની રવિવારે સમીક્ષા કરી હતી. વડાપ્રધાનને રાહત અને બચાવ કામગીરીની જાણકારી મેળવી હતી.
મોદીએ ટ્વીટ કરીને જણાવ્યા હતું કે ઉત્તરાખંડની કમનસીબ સ્થિતિની દેખરેખ કરી રહ્યો છું. ભારત ઉત્તરાખંડની સાથે છે અને સમગ્ર દેશ અહીંના લોકોની સલામતી માટે પ્રાર્થના કરે છે. હું એનડીઆરએફની મદદ, બચાવ અને રાહત કામગીરીની માહિતી મેળવી રહ્યો છું. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે હાલ આસામમાં રહેલા મોદીએ સ્થિતિની સમીક્ષા કરી છે અને ઉતરાખંડના મુખ્યપ્રધાન સાથે વાતચીત કરી છે. સત્તાવાળા અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવા માટે કામગીરી કરી રહ્યાં છે.