વિશ્વમાં યોગની રાજધાની ગણાતા ઋષિકેશના પરમાર્થ નિકેતન દ્વારા 7-13 માર્ચ દરમિયાન સૌ પ્રથમ વખત ઓનલાઇન ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવ 2021નું આયોજન કરવામાં આવ્યું છે. એક સપ્તાહના આ ફેસ્ટિવલમાં દરેક સંપ્રદાય, ધર્મ અને વંશના યોગી સામેલ થશે. આ ફેસ્ટિવનો હેતુ વૈશ્વિક ચેતનાનું વિસ્તરણ કરવાનો અને વિશ્વના લોકોને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનાવવાનો છે.

વિશ્વભરના પૂજનીય યોગાચાર્ય, આધ્યાત્મિક ગુરુઓ અને સંતોનો તમે રજિસ્ટ્રેશન મારફત ઘરથી પણ લ્હાવો લઈ શકો છો. આ ફેસ્ટિવલમાં સામેલ થવા https://internationalyogafestival.org/register/ પર રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. સાત દિવસના ફેસ્ટિવમાં જગમશહૂર સંગીતકારો સ્પેશ્યલ પરફોર્મન્સ આપશે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.

આ ફેસ્ટિવમાં કુંડલી યોગ સહિતના વિવિધ પ્રકારના યોગની પ્રેક્ટિસ કરતાં વર્લ્ડ કલાસ યોગ ટીચર પાસેથી આશરે 70 કલાક યોગ ક્લાસિસમાં ભાગ લેવાની તક મળશે. લાભાર્થીઓને ભારતના પૂજ્ય સંતો અને આધ્યાત્મિક ગુરુઓના સત્સંગ, દિવ્ય વચનો અને આશીર્વાદનો લાભ મળશે.