ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે મંગળવારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. રાજ્યના રાજ્યપાલ બેબી રાની મોર્ય સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોપ્યું હતું. બુધવારે નવા મુખ્યપ્રધાનના નામ જાહેરાત થશે. ઉત્તરાખંડમાં આગામી વર્ષના ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે તેના મુખ્યપ્રધાનને બદલી નાંખ્યાં છે.
ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે અને પક્ષના ધારાસભ્યો અને નેતાઓનો વિરોધને પગલે મુખ્યપ્રધાનને રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવે છે. આ નેતાઓએ નારાજગી જાહેર કર્યાં બાદ ત્રિવેન્દ્ર સિંહના મુખ્યપ્રધાન પદ પર તલવાર લટકતી હતી. એ બાદથી ભાજપના હાઉકમાન્ડે આ મુદ્દે મંથન કર્યું હતું. ત્રિવેન્દ્ર સિંહ રાવતે સોમવારે મોડી રાત્રે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્રિવેન્દ્ર સિંહે માર્ચ 2017માં રાજ્યના મુખ્યપ્રધાન બન્યાં હતા.