STR (Photo by STRDEL/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેતા રણબિર કપૂર અને ફિલ્મનિર્માતા સંજય લીલા ભણસાલીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની સાથે કામ કરનારી અભિનેત્રી આલિયા ભટ્ટ સેલ્ફ ક્વોરેન્ટાઇન થઈ હતી. આલિયા ભટ્ટનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું માનવામાં આવે છે.

રણબિર કપૂર એક્ટર માતા નીતુ કપૂરે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે રણબિર હાલમાં રિકવર થઈ રહ્યો છે. ગયા મહિને 38 વર્ષીય રણબિરે કો-સ્ટાર આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શુટિંગ કર્યું હતું. 62 વર્ષીય નીતુ કપૂરને પણ ગયા વર્ષે કોરોના થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ સંજય લીલા ભણસાલી સેલ્ફ ક્વૉરન્ટીન છે. ડિરેક્ટરના સંપર્કમાં આવેલા લોકો સાવચેતીના રૂપે ટેસ્ટ કરાવી રહ્યા છે.