તમે શું અને કેટલું ખાવ છો, તેમાં નાના અને સરળ ફેરફારો કરીને તમે ખરેખર વજન ઓછું કરી શકો છો: વધુ સારા અને સ્વસ્થ જીવન માટે બેટર હેલ્થ મદદ કરવા હાજર છે.

આપણે જાણીએ છીએ કે છેલ્લું વર્ષ આપણા બધા પર આકરૂ રહ્યું છે, પરંતુ કેટલીક નવી તંદુરસ્ત આદતો કેળવવાનો આનાથી વધુ સારો સમય કદી રહ્યો નથી. વજન વધવું એ મોટેભાગે ધીમી પ્રક્રિયા છે – તે આધુનિક જીવન અને વિચિત્ર બીનઆરોગ્યપ્રદ ટેવોના પરિણામે વર્ષો દરમિયાન થતું રહે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો, સાચુ કરવું તે નહિં, પરંતુ તેનો પ્રારંભ કરવાનો છે.

તમે શું અને કેટલું ખાવ છો, તેમાં નાના અને સરળ ફેરફારો કરીને તમે ખરેખર વજન ઓછું કરી શકો છો. તમે વજન ગુમાવવા માંગતા હો કે સક્રિય થવા માંગતા હો, તો એનએચએસ પાસે તમને મદદ કરવા માટે ઘણા બધા મફત આઇડીયા છે. તંદુરસ્ત ફેરફારો થોડા તફાવતથી શરૂ થાય છે. વધારાનું વજન મહત્વપૂર્ણ અંગોની આજુબાજુ ચરબી જામવાનું કારણ બને છે, શરીરને કેન્સર અને હ્રદય રોગ જેવા રોગો સામે લડવાનું મુશ્કેલ બનાવે છે. વજન ઓછું કરવાથી આરોગ્યના ઘણા લાભ થાય છે.

વજન ઓછું કરવા અને સક્રિય થવા માટે સહાય અને ટેકો મેળવવા માટે https://www.nhs.uk/better-healthની મુલાકાત લો.

પહેલું સુખ તે જાતે નર્યા

તંદુરસ્ત ભોજન કેવી રીતે મેળવવું. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હો તો તમારે કેવું ભોજન લેવું જોઇએ તે જાણવું કદાચ મુશ્કેલ હોઈ શકે છે. આપણા શરીરનું વજન ઓછું કરવા અને શરીરને આરોગ્યપ્રદ બનાવવા માટે કેવા પ્રકારનો તંદુરસ્ત આહાર લેવો જોઇએ તે અંગેની કેટલીક ટોચની ટીપ્સ અહિં આપવામાં આવી છે.

મુખ્ય ભોજનમાં શાક-ભાજીના 2 અથવા વધુ પોર્શનનું લક્ષ્ય રાખો અને શાક-ભાજી તમારી પ્લેટનો અડધો ભાગ થવો જોઇએ. શાકભાજી આવશ્યક ફાઇબર, વિટામિન અને પોષક તત્વો પૂરા પાડે છે.

ભોજનમાં હંમેશાં કઠોળ, દાળ, માછલી, ઇંડા, માંસ અથવા અન્ય પ્રકારના પ્રોટીન શામેલ કરો – જે તમને ધરાયેલા હોવાનો અહેસાસ કરાવે છે. આપના ઘરે જો માંસ કે માછલી રાંધવામાં આવતી ન હોય. તો કશો વાંધો નહિં. આપ વિવિધ પ્રકારના કઠોળ અને દાળનો ઉપયોગ પણ કરી શકો છો. આપ દર બુધવારે મગ કે શુક્રવારે ચણા કે પછી અન્ય દિવસે કીડની બીન્સ, સુકી તુવેર અને બાકીના દિવસોમાં વિવિધ પ્રકારની દાળ પણ બનાવી શકો છો. તમે પાંચ દાળ મિક્સ કરીને પણ બનાવી શકો છો. દાળ કઠોળ, દુધ, દહીં, ચીઝ, પનીર એ પ્રોટીન મેળવવાનો સારો સ્ત્રોત છે. ડેરી પ્રોડક્ટસ બહુ ફેટી ન હોય તે જોવા વિનંતી. હવે તો બજારમાં પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન્સ ધરાવતા વીગન ફૂડ અને મીટ પ્રોડક્ટ્સ પણ મળે છે.

બની શકે તો કાર્બ્સ એટલે કે કાર્બોહાઇડ્રેટ્સ માટે ફોતરાવાળુ અનાજ (હોલગ્રેઇન) વાપરો. બટાટા, બ્રેડ, ભાત અથવા પાસ્તા જેવા કાર્બ્સ તમારા ભોજનના ત્રીજા ભાગ કરતાં વધુ થાય તેની કાળજી રાખો. એટલે કે 200 ગ્રામ શાક અને દાળ ખાતો હો તો રોટલી કે ભાત તેના કરતા અડધો જ લો. બટાટાને શાકમાં ન ગણવા વિનંતી છે.

બને તો અઠવાડિયામાં બે વાર માછલી ખાવાનો પ્રયત્ન કરો. તેમાંનો ઓછામાં ઓછો એક ભાગ ટૂના, સારડીન અથવા સાલ્મન જેવી તૈલી માછલીનો બનેલો હોવો જોઈએ.

દૂધ, ચીઝ અને દહીં માટે ઓછી ચરબીવાળા અને ઓછી ખાંડવાળા વિકલ્પો પસંદ કરો. તો શાક બનાવવા માટેનું તેલ ઓલિવ, સૂર્યમુખી અને રેપીસીડ તેલ જેવું અનસેચ્યુરેટેડ તેલ પસંદ કરો અને તે પણ ઓછી માત્રામાં વાપરો. બની શકે તો  દિવસમાં 6 થી 8 કપ પાણી, ચા, કોફી, સૂપ જેવું પ્રવાહી પીવો.

કામ દરમિયાન હલનચલન કરવાની સરળ ટીપ્સ

લૉકડાઉન હોય કે સામાન્ય દિવસો, ઘરેથી કામ કરતા હો કે ઓફિસમાં કામ કરતા હો, પરંતુ તામારા કામ દરમિયાન હલનચલન કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે અહિં સરળ 5 ટીપ્સ આપવામાં આવી છે જે આપને ઘણી ઉપયોગી થઇ રહેશે.

  1. સારી ટેવ પાડો

દિવસ દરમિયાન દર 30 મિનિટે ખુરશી પરથી ઉભા થઇને હલન-ચલન કરો. આ માટે તમારા ફોન પર અલાર્મ મૂકીને કે ટાઇમરનો ઉપયોગ કરીને એક રિમાઇન્ડર સેટ કરો. તમે ચા કોફી પીવા માટે રસોડામાં કેટલમાં પાણી ઉકળાવા મૂક્યું હોય ત્યારે કે ટીવી પર એડવર્ટનો બ્રેક આવતો હોય તે સમય દરમિયાન આસપાસ સ્ટ્રેચીંગ કરો કે ઝડપથી હરવા-ફરવાનો પ્રયાસ કરો.

  1. લંચ ટાઇમ, તમારો ટાઇમ છે

આપના કામના સ્થળે પડતો લંચ ટાઇમ અમુક પ્રવૃત્તિમાં ફીટ થવાની સારી તક પૂરી પાડે છે. લંચમાંથી સ્ટ્રેચ કરવા અને અનવાઇન્ડ કરવા માટે થોડો સમય લો અથવા ઝડપી 10 મિનિટના વર્કઆઉટ વિડિઓમાં જોડાવ. જો કલાકનો લંટ ટાઇમ હોય તે 20 મિનીટમાં લંચ પતાવીને તમે 40 મિનીટ જેટલુ ચાલીને કે થોડુંક જોગીંગ કરીને તમારા આખા સપ્તાહની કસરતનનો ક્વોટા પૂરો કરી શકો છો.

  1. તમારૂ પોતાનું ઉભા રહેવાનું રૂટીન

જ્યારે તમે બેસવાને બદલે ઉભા રહીને કામ કરી શકો તેમ હો ત્યારે તે માટે પ્રયત્ન કરો. ટૂંકા ગાળા માટે પણ ઉભા રહેવાથી તમારી શક્તિ વધશે અને તેમાં સુધારો થશે. તમારા કામનો ફોન આવે ત્યારે તમે બેસીને વાત કરવાના બદલે બદલે ઉભા થઇને કે ચાલતા ચાલતા ફોન પર વાત કરી શકો છો. ફોન 5 કે 10 મિનીટ લાંબો ચાલે તે દરમિયાન તમે સતત ચાલતા રહો તો તેમને તમારૂ ચાલવાનું ટાર્ગેટ પૂરુ કરવામાં તેમજ તંદુરસ્ત રહેવામાં ઘણી મદદ કરશે.

  1. એક શોખ કેળવો

રોજે રોજની એક જ પ્રકારની પ્રવૃત્તિથી તમારા મન અસર પડે છે. તમારૂ મન પ્રફુલ્લિત રહે તે માટે તમે ફાજલ સમયમાં સોફા પર બેસીને ટીવી જોવા કરતાં થોડોક સમય બાગબાની અથવા ડીઆઈવાય જેવી થોડોક શ્રમ પડે તેવી પ્રવૃત્તિ કરો તો તે તમારા મન અને તમારા શરીર માટે શ્રેષ્ઠ હોઈ શકે છે.

  1. તમારી પ્રગતિને ટ્રેક કરો

તમારા દૈનિક લક્ષ્યને હાંસલ કરવાથી તમને ખૂબ જ સારો અનુભવ થશે! તમારૂ રોજીંદી પ્રવૃત્તિઓનું લક્ષ્ય ન ચૂકાય તે માટે તમે ટ્રેકિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકો છે. તેમ ન કરવું હોય તો કાગળના ટુકડા પર લખેલ ચેકલિસ્ટ પણ મદદ કરશે. આ આદતોને વળગી રહો.

બેટર હેલ્થના બેસ્ટ એપ્લિકેશન્સ

તમારા હલન-ચલનને વધારવામાં સહાય માટે બેટર હેલ્થ તરફથી સૂચવવામાં આવેલા નીચે જણાવ્યા મુજબના એપ્લિકેશન્સનો પણ ઉપયોગ કરી શકો છો:

Couch to 5K

Active10

નીચે જણાવેલા એપ્લિકેશન્સ તમને સારૂ ખાવામાં / વજન ઓછું કરવામાં સહાયમાં મદદ કરી શકે છે.

Easy Meals

NHS Weight Loss App