ડૉ. અશ્વિન પટેલ અને ડૉ. નિશીથ રાજપાલ
  • ડૉ. અશ્વિન પટેલ અને ડૉ. નિશીથ રાજપાલ દ્વારા

મેદસ્વીતા એટલે શું?

મેદસ્વીતાનો અર્થ એ છે કે એક એવા સ્તર સુધી વજન વધે જે તમારા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. આજે, લગભગ બે તૃતીયાંશ (63%) પુખ્ત વયના લોકો તંદુરસ્ત વજનથી ઉપર છે, અને તેમાંથી અડધા લોકો સ્થૂળતા સાથે જીવે છે.

હું મેદસ્વી છું કે નહીં તે હું કેવી રીતે જાણું?

સ્થુળતા તમારા બોડી માસ ઇન્ડેક્સ (BMI) વડે માપવામાં આવે છે. BMI એ તમારી ઉંચાઇ પ્રમાણે તમારૂ વજન તંદુરસ્ત છે કે કેમ તે માપવાનો એક માપદંડ છે. તમે અહીં એન.એચ.એસ. વેબસાઇટ પર તમારૂ પોતાનું BMI ચકાસી શકો છો: https://www.nhs.uk/live-well/healthy-weight/bmi-calculator/

આ BMI કેલ્ક્યુલેટર તમને એ પણ જણાવે છે કે તંદુરસ્ત વજન જાળવવા માટે તમારે કેટલું વજન ગુમાવવું જોઈએ. સાઉથ એશિયનોમાં, 27.5 આંક કરતા વધુ BMI ધરાવતા લોકોને સ્થૂળ ગણવામાં આવ્યા છે. એશિયન લોકો સેન્ટ્રલ ઓબીસીટી (ફાંદ અથવા બિઅર બેલી) માટે વધુ ઝૂકેલા હોય છે.

મેદસ્વીપણાના જોખમો શું છે?

મેદસ્વીપણાને લીધે નીચે મુજબની તબીબી મુશ્કેલીઓ થઈ શકે છે:

  1. ટાઇપ 2 ડાયાબિટીઝ
  2. કોરોનરી હાર્ટ ડિસીઝ
  3. સ્ટ્રોક
  4. હાયપરટેન્શન
  5. લીવર ફેઇલ્યોર
  6. સ્લીપ એપનિયા

જો હું વધારે વજન ધરાવુ છું અથવા મેદસ્વી છું તો હું શું કરી શકું?

તંદુરસ્ત, સંતુલિત આહાર ખાવાથી અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરીને તમે વજન ઘટાડી શકો છો. તમારા જી.પી. વજન ઘટાડવા વિશે તમને સલાહ આપી શકે છે. તમારા જી.પી. કોલેસ્ટરોલ માટે ફાસ્ટીંગ બ્લડ ટેસ્ટ, પ્રી-ડાયાબિટીઝ અથવા ડાયાબિટીઝની તપાસ અને બ્લડ પ્રેશરની તપાસ સૂચવી શકે છે.

એનએચએસની ઓફર્સ:

  • વજન ઘટાડવાના કાર્યક્રમો
  • નેશનલ ડાયાબિટીઝ પ્રિવેન્શન પ્રોગ્રામ
  • એક્સરસાઇઝ ઓન પ્રિસ્ક્રિપ્શન
  • ડેસમંડ (ડાયાબિટીસ એજ્યુકેશન એન્ડ સેલ્ફ-મેનેજમેન્ટ ફોર ઓનગોંઇંગ અને ન્યુલી ડાઇગ્નોસ્ડ) એ ટાઇપ 2 ડાયાબિટીઝવાળા લોકો માટે એક ટ્રેઇનીંગ કોર્સ છે.

આગામી સપ્તાહમાં આપણે જોશું કે વજન ઓછું કરવામાં આપણો આહાર કઇ રીતે મદદ કરે છે.

ડૉ. અશ્વિન પટેલ વેમ્બલી, નોર્થ વેસ્ટ લંડનમાં જી.પી. છે અને બ્રિટિશ બૉક્સિંગ બોર્ડ ઑફ કન્ટ્રોલના ચીફ મેડિકલ ઑફિસર છે.

ડૉ. નિશીથ રાજપાલ નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલીમાં જી.પી. છે.