અમેરિકામાં એશિયનો વિરોધી હુમલાની ઘટનાઓ પછી સાન ફ્રાન્સિસ્કો, ન્યૂ યોર્ક, આટલાન્ટા, ફલશિંગ તથા અન્યત્ર પબ્લિક સેફ્ટી પેટ્રોલિંગ વ્યવસ્થાના ભાગરૂપે સ્પા કર્મચારીઓ, વેઇટર્સ, મિકેનિક અને અન્ય પ્રોફેશનલ્સે કાર્યકર સેવા આરંભી છે. પીએસપીના ટીમ લીડર રીચાર્ડ લીએ જણાવ્યું હતું કે, કોઇ પણ માણસ ગુનો કરતા પહેલાં વિચારે તેવા હેતુથી અમે અમારી હાજરી શેરીઓમાં બતાવવા માંગીએ છીએ.
ઓફિસ કર્મચારીઓ, વેઇટર્સ, વકીલો, સ્પા વર્કરો, મિકેનિકો સહિતના 240થી વધારે સ્વયંસેવી કાર્યકરો વોટ્સએપ, ફેસબુક તથા અન્ય માધ્યમથી તેમની પ્રવૃત્તિનું સંકલન કરે છે. નિવૃત્ત પોલીસ અધિકારી લીએ પેટ્રોલિંગ પૂર્વે જ કોઇનો શારીરિક સંપર્ક નહીં રાખવા સૂચના આપેલી છે. મોટાભાગના કાર્યકરોને સ્વબચાવની તાલીમ સુદ્ધા મળી નથી પરંતુ તેઓ તેમના નવરાશના સમયમાં અન્યોને મદદરૂપ થવાની ઇચ્છા રાખે છે. આ બધાને પોલીસ વિભાગના આંખ, કાન બની રહી સાવધ રહેવા જણાવાયું છે.
સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ હેઇટ એન્ડ એડમિનિસ્ટ્રીઝમના અહેવાલ પ્રમાણે એકંદર હેઇટ ક્રાઇમ ઘટીને સાત ટકા થવા છતાં 16 મુખ્ય શહેરોમાં ઓશિયન વિરોધી હેઇટ ક્રાઇમના ગુના 49થી ત્રણ ગણા વધીને ગત વર્ષે 122 થયા હતા. ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને તેમના રાજકીય સાથીઓએ કોરોનાને ચાઇનીઝ વાઇરસ અને ચાઇના પ્લેગ ગણાવીને ઓશિયન વિરોધી હેઇટ ક્રાઇમ વધાર્યાનું કાર્યકરો જણાવે છે. ઓક મિલિયનથી વધારે એશિયન મૂળના લોકો જ્યાં વસે છે તે ન્યૂ યોર્કમાં છેલ્લા વીકએન્ડમાં હેઇટ ક્રાઇમની પાંચ ઘટનાઓ બની હતી. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે.