Indian tourists will get UK visitor visa within 15 days

બ્રિટિશ સરકારે એક વર્ષના વીઝા માટેની ફી માફી કરવાનો નિર્ણય લીધો છે. આથી વિવિધ દેશોના હેલ્થકેર પ્રોફેશનલ્સને લાભ થશે. બ્રિટનમાં કોરોના મહામારીમાં મહત્ત્વની કામગીરી કરનારા મોખરાના અંદાજે 14 હજાર હેલ્થ પ્રોફેશનલ્સને આ નિર્ણયથી રાહત થઇ છે.
હોમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે એક વર્ષના વીઝા એક્સ્ટેન્શનની ફી માફી આપમેળે બધા તમામ હેલ્થકેર વર્કર્સને તથા તેમના આશ્રિતોને લાગુ પડશે, જેમના વીઝા 1 ઓક્ટોબરે પૂર્ણ થાય છે. આ એક્સ્ટેન્શનમાં એનએચએસમાં કામ કરી રહેલા હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સ્વતંત્ર હેલ્થકેર સેક્ટરને આવરી લેવાશે, જેમા મોટી સંખ્યામાં ઇન્ડિયન પ્રોફેશનલ્સ છે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના સામેની લડાઇમાં વિદેશી હેલ્થકેર વર્કર્સનું યોગદાન અને પ્રતિભા નોંધનીય છે. આ હેલ્થકેર વર્કર્સ સફળ રસીકરણ અભિયાનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના વીઝાને વગર ફીએ એક્સ્ટેન્શન આપીને અમે દર્શાવ્યું છે કે અમારો દેશ તેમના પ્રદાનનું કઈ રીતે મૂલવે છે.