ભારતમાં નાણાકીય વર્ષ 2020-21 માટે ડાયરેક્ટ ટેક્સના કલેક્શનના હંગામી આંકડા દર્શાવે છે કે આ વર્ષમાં રૂપિયા 9.45 લાખ કરોડનું ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું છે. ડાયરેક્ટ ટેક્સના એકત્રીકરણમાં રૂપિયા 4.57 લાખ કરોડ કોર્પોરેશન કર (CIT) અને રૂપિયા 4.88 લાખ કરોડના સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન કર (STT) સહિત વ્યક્તિગત આવકવેરો (PIT) પણ સામેલ છે. નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ. 9.05 લાખ કરોડના પ્રત્યક્ષ કરવેરાના સુધારેલા અનુમાનની સામે ચોખ્ખા પ્રત્યક્ષ કરવેરાનું એકત્રીકરણ 104.46%ની વૃદ્ધિ દર્શાવે છે.
ગ્રોસ ડાયરેક્ટ ટેક્સનું એકત્રીકરણ (રિફંડ્સ સમાયોજિત કરતા પહેલાં) રૂપિયા 12.06 લાખ કરોડ છે. આમાં રૂપિયા 6.31 લાખ કરોડ કોર્પોરેશન કર (CIT) અને રૂપિયા 5.75 લાખ કરોડના સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) સહિત વ્યક્તિગત આવકવેરો (PIT) પણ સામેલ છે; રૂપિયા 4.95 લાખ કરોડના અગ્રીમ કર; સ્રોત પર કાપવામાં આવેલા કર (કેન્દ્રીય TDS) પેટે રૂપિયા 5.45 લાખ કરોડ; રૂપિયા 1.07 લાખ કરોડનો સ્વ – આકારણી કર; રૂપિયા 42,372 કરોડનો નિયમિત આકારણી કર; રૂપિયા 13,237 કરોડનો લાભાંશ વિતરણ કર અને રૂપિયા 2,612 કરોડના અન્ય ગૌણ કરો હેઠળનું એકત્રીકરણ પણ થયું છે.
અત્યંત પડકારજનક વર્ષ હોવા છતાં, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન અગ્રીમ કરનું એકત્રીકરણ રૂપિયા 4.95 લાખ કરોડ થયું છે જે અગાઉના નાણાકીય વર્ષમાં થયેલા રૂપિયા 4.64 લાખ કરોડના અગ્રમી કરના એકત્રીકરણની સરખામણીએ અંદાજે 6.7%ની વૃદ્ધિ દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન રૂપિયા 2.61 લાખ કરોડની રકમનું રિફંડ ઇશ્યુ કરવામાં આવ્યું છે જ્યારે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રૂપિયા 1.83 લાખ કરોડની રકમ રિફંડ પેટે ઇશ્યુ કરવામાં આવી હતી, જેથી અગાઉના નાણાકીય વર્ષની સરખામણીએ તે અંદાજે 42.1%નો વધારો અંકિત કરે છે.
ઉપરોક્ત આંકડા હજુ હંગામી છે અને એકત્રીકરણના બાકી રહેલા અંતિમ આંકડાઓ આની સામે ફેરફારને આધીન છે.