કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ બન્યાં છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે હળવા લક્ષણો બાદ હું કોરોના પોઝિટિવ આવ્યો છું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા પણ થોડા દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ આવ્યા પછી પ્રિયંકા ગાંધીએ પોતાને આઈસોલેટ કરી લીધા હતા અને પોતાની બધી ચૂંટણી રેલી રદ કરી દીધી હતી. સોમવારે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સીનિયર નેતા મનમોહન સિંઘ કોરોના પોઝિટિવ બનતા તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.