ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો) (Photo by LUDOVIC MARIN/AFP via Getty Images)

કોરોનાના વધતા જતા સંકટને પગલે ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં વીકેન્ડ લોકડાઉનની મંગળવારે જાહેરાત કરવામા આવી હતી. રાજ્યની યોગી સરકારે સમગ્ર રાજ્યમાં શનિવાર અને રવિવારે લોકડાઉનનો આદેશ બહાર પાડ્યા હતો. સોમવારે ઉત્તરપ્રદેશમાં કોરોનાના 28,211 નવા કેસ નોંધાયા હતા અને 167 લોકોના મોત થયા હતા.
રાજ્ય સરકારે જે જિલ્લામાં 500થી વધુ એક્ટિવ કેસ છે ત્યાં નાઈટ કરફ્યુની પણ જાહેરાત કરી છે. જો કે લખનઉ સહિત ઉત્તર પ્રદેશના 5 શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન નહીં લાગે. અગાઉ સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટે લખનૌ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરમાં 26 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાડવાના આદેશ આપ્યા હતા. હાઇ કોર્ટના આ આદેશ સામે યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટના આદેશ સામે સ્ટે આપ્યો હતો.