ઓસ્ટ્રેલિયાએ ભારતમાંથી તેના નાગરિકોના આગમન પર હંગામી પ્રતિબંધ મૂક્યો છે. સોમવારથી ભારતમાં છેલ્લા 14 દિવસથી રહેતા લોકો ભારતમાંથી ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં. ઓસ્ટ્રેલિયન નાગરિકો જો ભારતમાંથી વતન પરત આવવાનો પ્રયાસ કરશે તો તેમને પાંચ વર્ષ જેલની સજા અથવા ૬૬,૦૦૦ ડોલરનો દંડ અથવા બંને સજા થઇ શકે છે. પ્રવાસીઓ જે દિવસે ઓસ્ટ્રેલિયા પહોંચવાના હોય તેના ૧૪ દિવસની અંદર તેમણે ભારતના પ્રવાસ કર્યો હોય તો તેમને આ પ્રતિબંધ લાગુ પડશે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ભારતથી ઓસ્ટ્રેલિયા પરત ફરવાના કૃત્યને ગુનાહિત શ્રેણીમાં નાંખ્યું છે. ઓસ્ટ્રેલિયા સરકારના સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હંટે કહ્યું, આ પ્રતિબંધ 3 મેથી લાગુ થશે. નિયમ તોડનારા પર દંડ લાગશે અને તેમને 5 વર્ષની જેલ પણ થઈ શકે છે. સરકાર આ પ્રતિબંધ પર 15 મેના રોજ ફરી વિચારણા કરશે. આ સંકટના સમયમાં અમે ભારતીય-ઓસ્ટ્રેલિયા સમુદાય પર છે.