પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોરોના મહામારીની બીજી લહેર પગલે અગ્રણી ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ગ્લોબલ રેટિંગે બુધવારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 9.8 ટકા કર્યો છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ S&Pએ જણાવ્યુ હતુ કે, અર્થવ્યવસ્થા ઝડપથી ખોલવાથી અને રાજકોષીય પ્રોત્સાહનોને કારણે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતનો વિકાસદર 11 ટકા રહી શકે છે.

S&Pએ હાલના સમયે ભારતનું રેટિંગ સ્ટેબલ આઉટલૂક સાથે ‘BBB-‘ નક્કી કર્યુ છે. તેણે કહ્યું કે, ભારતના સોવરિન ક્રેડિટ રેટિંગ પર અસર ભારતીય અર્થવ્યવસ્થા પર મંદીની અસર થશે. ભારત સરકારની રાજકોષીય સ્થિત અત્યંત તંગ છે. નાણાકીય વર્ષ 2021માં રાજકોષીય ખાધ જીડીપીના લગભગ 14 ટકા હતી. S&P ગ્લોબલ રેટિંગ એશિયા- પ્રશાંત ક્ષેત્રના મુખ્ય અર્થશાસ્ત્રી શોન રોશે કહ્યું હતું કે, ભારતમાં કોરોના માહમારીની બીજી લહેર અને તેની ગંભીર અસરોએ અમને ચાલુ નાણાકીય વર્ષની માટે પોતાના જીડીપી ગ્રોથના પૂર્વઅંદાજમાં ફેરફાર કરવા મજબૂત કર્યા છે.