Vaccines for serious diseases like cancer will be available by the end of the decade
REUTERS/Cagla Gurdogan//File Photo

કેનેડાએ 12થી 15 વર્ષના બાળકોમાં ફાઇઝર બાયોએનટેકની કોરોના વેક્સીનના ઉપયોગને બુધવારે મંજૂરી આપી હતી. બાળકો માટે આ વેક્સીનને મંજૂરી આપનાર કેનેડા વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

કેનેડાના મુખ્ય મેડિકલ એડવાઇઝર સુપ્રિયા શર્માએ બુધવારે આ વાતની પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ નિર્ણયથી બાળકોને સામાન્ય જીવન જીવવાની તક મળશે. તેના પહેલા વેક્સિનને 16 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી.

યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આગામી સપ્તાહ સુધીમાં બાળકો માટે ફાઈઝરની વેક્સિનને પણ મંજૂરી આપી શકે છે. આગામી વર્ષે સ્કુલ ખુલે તે પહેલા અનેક લોકોને વેક્સિનનો ડોઝ આપવાની તૈયારી છે. આ વેક્સિનને પહેલેથી જ 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી.

ફાઈઝરે ગયા માર્ચ મહિનામાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા 2,260 વોલેન્ટિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. 18 વર્ષની ઉંમરના લોકોની સરખામણીએ 12થી 15 વર્ષની ઉંમરના જે લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો તેમાં કોરોનાનો એક પણ કેસ નહોતો નોંધાયો. સુપ્રિયા શર્માએ જણાવ્યું કે, પુરાવા પ્રમાણે આ એજ ગ્રુપવાળાઓ માટે વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ કેનેડામાં બાળકો માટે મંજૂરી મેળવનારી પહેલી વેક્સિન છે.