ગુજરાતના દરિયાકાંઠે શક્તિશાળી વાવાઝોડું ત્રાટકે તે પહેલા રવિવાર અને સોમવારે રાજ્યના આશરે 84 તાલુકામાં ભાર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. વાવાઝોડાને પગલે રાજ્યમાં બે દિવસ કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. વરસાદને કારણે રાજ્યનું વાતાવરણ પલટાઈ ગયું હતું અને ઉનાળાની સિઝનમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ધોળકામાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં એક ઈંચ, સુરતના ઉમરપાડામાં એક ઈંચ, છોટાઉદેપરુના કવાંટમાં 22 એમએમ, નવસારીના ખેરગામાં 22 એમએમ, સુરેન્દ્રનગરના વઢવાણ અને વલસાડના પારડીમાં 19 એમએમ, ખેડાના માતર અને મહેમદાબાદમાં 17 એમએમ, અમદાવાદના સાણંદ,પંચમહાલના મોરવાહડફ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 12-12 એમએમ વરસાદ પડ્યો હતો.