એમેઝોન ઇન્કે બુધવારે જાહેરાત કરી હતી કે તે 8.45 બિલિયન ડોલરમાં હોલિવૂડનો જાણીતો મુવી સ્ટુડિયો ધરાવતી કંપની MGMને હસ્તગત કરશે. આ સ્ટુડિયો જેમ્સ બોન્ડની ફિલ્મો સાથે જોડાયેલો છે.
આ સોદો નિયમનકારી સંસ્થાઓની મંજૂરીની સાથે જ અમલમાં આવશે. એમજીએમ સ્ટુડિયોની સ્થાપના માર્કસ લો અને લુઇસ બી મેયર દ્વારા 17 એપ્રિલ 1924 ના રોજ કરવામાં આવી હતી. ખાનગી માલિકીની એમજીએમ અથવા મેટ્રો ગોલ્ડવીન મેયર હાલમાં એપ્કિસ કેબલ ચેનલની માલિક છે અને તે ફાર્ગો, વાઇકિંગ્સ અને શાર્ક ટેન્ક સહિતના લોકપ્રિયા ટીવી શોનું નિર્માણ કરે છે.
મૂવીઝ, વેબ સિરીઝ અને સીધા ઓટીટી પરની અન્ય સામગ્રીનું વિતરણ કરવાનાં આ યુગમાં, મનોરંજન જગતની બે મોટી કંપનીઓનું આ તેના પ્રકારનું આ પ્રથમ મર્જર છે.
એમેઝોને આ વર્ષે તેના ઓટીટી પ્રાઇમ વિડિઓ સબ્સ્ક્રાઇબર્સને નેટફ્લિક્સ કરતા આગળ વધારવાની વ્યૂહરચના પર આક્રમક રીતે કામ કરવાનું શરૂ કર્યું છે. અમેઝોનનો વ્યૂહ એચબીઓ, એપલ તેમજ દેશ-વિદેશના અન્ય ઓટીટી પ્લેટફોર્મ પરની ચેનલો કરતાં ગ્રાહકોની રીતે છવાઈ જવાનો છે.