ભૂતપૂર્વ ચાન્સેલર અને હોમ સેક્રેટરી સાજિદ જાવિદની હેલ્થ સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી હોવાની જે 26 તારીખે સાંજે ડાઉનિંગ સ્ટ્રીટે જાહેરાત કરી હતી. કોરોનાવાઇરસ પ્રતિબંધ હોવા છતાં તેમની મિનિસ્ટરની ઓફિસમાં પોતાની સહાયકને ચુંબન કરતો વીડિયો ફૂટેજ બહાર આવ્યા પછી મેટ હેનકોકે હેલ્થ સેક્રેટરી તરીકે રાજીનામું આપવાની ઘોષણા કર્યાના બે કલાકથી ઓછા સમયમાં સાજીદ જાવિદની વરણી કરવામાં આવી હતી.
શ્રી જાવિદે વડા પ્રધાન બોરીસ જોન્સન સાથે 2020માં મતભેદ થયા બાદ ગત ફેબ્રુઆરી માસમાં ચાન્સેલર તરીકે રાજીનામું આપ્યું હતું. તે સમયે તેમના ડેપ્યુટી ઋષિ સુનકની વરણી ચાન્સેલર તરીકે કરવામાં આવી હતી. જોન્સને તેમની આખી ટીમને 2019માં હાંકી કાઢવાનો પ્રયાસ કર્યા પછી જાવિદે રાજીનામું આપ્યું હતું.
જોન્સન સાથે એક વખતે તોફાની સંબંધ હોવા છતાં, શ્રી જાવિદ શનિવારે સાંજે 6 વાગ્યે રાજીનામું આપનાર શ્રી હેનકોકના ઇમરજન્સી રિપ્લેસમેન્ટ તરીકે પ્રધાનમંત્રીના મંત્રીમંડળમાં પાછા ફરવાનું સ્વીકાર્યું હતું તે તાજ્જુબની વાત છે.