વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય (PMO) નાં વરિષ્ઠ અધિકારી અમરજિત સિન્હાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. નિવૃત્ત IAS અધિકારી અમરજીત સિન્હા વડાપ્રધાન કાર્યાલયમાં સલાહકાર હતા અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સનું કામ સંભાળતા હતા.
1983 બેચના બિહાર કેડરના IAS અધિકારી અમરજીત સિન્હા 2019 માં ગ્રામીણ વિકાસ સચિવ તરીકે નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેમની નિમણુંક વડાપ્રધાન કાર્યાલયમાં કરવામાં આવી હતી. તાજેતરનાં મહિનાઓમાં PMOમાંથી રાજીનામું આપનારા સિન્હા બીજા ટોચના અધિકારી છે. તેમના પહેલા, ભૂતપૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હાએ માર્ચમાં રાજીનામું આપ્યું હતું.