પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદના સૌથી ઊંચાં રેસિડેન્શિયલ બિલ્ડિંગનો પ્રોજેક્ટ અટકી ગયો છે. સાયન્સ સિટી વિસ્તારમાં 110 મીટર ઊંચા અને 30 માળના બિલ્ડિંગના પ્રોજેકટ્સને આ વર્ષે મે મહિનામાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેન્શન (DCR) ફાઈનલ થઈ ગયાની જાહેરાત કરવામાં હતી. પરંતુ શહેરી વિકાસ વિભાગે હજી સુધી ટેક્નિકલ કમિટીની રચના કરી નથી. આ કમિટીમાં એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂશન અને સરકારી નિષ્ણાતોનો સમાવેશ કરવાનો છે. કમિટીની રચના ન થઈ હોવાથી હાલ આ પ્રોજેક્ટ અટકી ગયો છે. ટેક્નિકલ કમિટી બિલ્ડિંગની ડિઝાઈનનો રિવ્યૂ કરશે અને હોરિઝોન્ટલ લોડ અંગેનો સિમ્યુશન સ્ટડી કરશે જેથી ખબર પડે કે, ભૂકંપ આવે ત્યારે બિલ્ડિંગ પર કેવી અસર થાય છે. આ સિવાય પવનના લોડની અસર પણ ચકાસશે.