ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશ્યલ કેર (DHSC)એ જણાવ્યું હતું કે ‘’હાલમાં ફક્ત યુકે અથવા યુરોપમાં રસી લેનાર પ્રવાસીઓને જ હોમ ક્વોરેન્ટાઇન જરૂરિયાતમાંથી મુક્તિ માટે લાયક ગણવામાં આવશે. વિશ્વભરમાં કોવિડ-19 રસીઓની વિશાળ વિવિધતા છે અને કઇ બિન-યુકે રસી અને પ્રમાણપત્રને માન્યતા આપવી તેના પર કામ ચાલુ છે. ભારતની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવાયેલી ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકા સંશોધીત કોવિશિલ્ડ અંગે કેટલીક અટકળો ચાલી રહી છે. કેમ કે તેને યુકે દ્વારા માન્ય રસીના વ્યાપક ક્ષેત્રમાં ગણવામાં આવી છે.’’
જો કે, સરકારે સ્પષ્ટતા કરી છે કે યુકેની મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) દ્વારા અત્યાર સુધી મંજૂર કરવામાં આવેલી ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકા રસીનું ભારત દ્વારા બનાવેલ વર્ઝન વાક્ઝેવરિયા તરીકે ઓળખાય છે અને મુક્તિના નિયમો હેઠળ તે રસી હાલમાં માન્ય છે.
ભારતમાં ડેલ્ટા વેરિએન્ટ તેની ચરમસીમા પર હતો ત્યારથી – એપ્રિલના અંતથી ભારત રેડ લીસ્ટમાં હતું જેને કારણે યુકે આવતા તમામ લોકોને નોંધપાત્ર વધારાનો ખર્ચ કરી સરકાર દ્વારા મંજૂર થયેલી હોટલમાં ક્વોરેન્ટાઇન થવું પડતું હતું.