(istockphoto.com)

ભારતીય નાગરિકો માટેના નિયમો : ભારતને એમ્બર લિસ્ટમાં મૂકવાથી ભારતીય નાગરિકોએ હોટલોમાં કે સગા-સંબંધી કે ભાડાના ઘરમાં 10 દિવસ ક્વોરેન્ટાઇન કરવું પડશે. તેઓ કોઇને મળી શકશે નહિં. તેમણે યુકે માટે ફ્લાઇટ લેવાનાં ત્રણ દિવસ પહેલા કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને યુકે આવ્યાના બીજા અને આઠમા દિવસ પછી પ્રી-પેઇડ પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. તેમજ તેઓ ક્યાં રોકાવાના છે તે જણાવતું પેસેન્જર લોકેટર ફોર્મ ભરવાનું રહેશે.

ભારતથી આવતા લોકોએ ડબલ રસી લીધી હશે તો પણ આ નિયમોનું પાલન કરવું પડશે. જો કે  નિયમો ભેદભાવયુક્ત છે કારણ કે યુએસ અથવા ઇયુના મુસાફરોએ ડબલ રસી લીધી હોય તો તેમને 10નો ક્વોરેન્ટાઇનમાંથી છૂટ અપાઇ છે. જો કે યુકેના રેસિડેન્ટ જો ભારતથી પરત થાય અને તેમણે બે રસી લીધી હોય તો તેમને ઇંગ્લેન્ડ પરત ફર્યા પછી ક્વોરેન્ટાઇન થવું પડતું નથી. પરંતુ તેમણે આગમનના બીજા દિવસે પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે.

યુકે રેસીડેન્ટ માટેના નિયમો : ભારતીય, યુકે કે અન્ય દેશના નાગરીક હોય પણ જો તેઓ યુકે રેસીડેન્ટ હોય અને તેમણે બન્ને રસી યુકેમાં કે યુકે વેક્સીનેશન પ્રોગ્રામ ધરાવતા દેશમાં લીધી હોય તેવા લોકો કે 18 વર્ષ કરતાં ઓછી વયના લોકોએ ઇંગ્લેન્ડ આવ્યા પછી ક્વોરેન્ટાઇન થવાની કે આઠમા દિવસે ટેસ્ટ કરાવવાની જરૂર નથી. બીજી રસી ઇંગ્લેન્ડ પહોંચો તે તારીખના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા લીધી હોય તે જરૂરી છે અને બીજા દિવસે અગાઉથી બુક કરેલો ટેસ્ટ કરવવો પડશે.”