ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં શુક્રવારે ઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત એક હુમલાખોરે મોલમાં ઘુસીને 6 લોકોને ચાકુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરી દીધા હતા. જોકે પોલીસે ત્વરિત જવાબ આપ્યો હતો અને હુમલાખોરને ગોળી મારીને ઠાર કર્યો હતો. હુમલાખોર શ્રીલંકાનો નાગરિક હતો અને તે 10 વર્ષથી ન્યૂઝિલેન્ડમાં રહેતો હતા.
આ વ્યક્તિ પહેલેથી જ પોલીસ માટે શંકાસ્પદ હતો.પોલીસ તેના પર નજર રાખી રહી હતી. જોકે તેણે એ પછી પણ આજે સુપર માર્કેટમાં ઘુસીને આતંકવાદી હુમલો કર્યો હતો. હુમલાખોરો આ હુમલો કરતી વખતે અલ્લાહુ અકબરના નારા પોકાર્યા હતા.
ન્યુઝિલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડેને કહ્યું હતું કે, જે વ્યક્તિને ગોળી મારવામાં આવી છે તે શ્રીલંકાનો નાગરિક હતો. તે 2011માં ન્યુઝિલેન્ડ આવ્યો હતો અને તેના પર 2016થી નજર રાખવામાં આવી રહી હતી. આ ઘટનાને આંતકી હુમલો ગણાવીને તેમણે કહ્યું હતું કે, આ હુમલો એક વ્યક્તિએ કર્યો છે, કોઈ ધર્મે નથી કર્યો. હુમલાખોર ઈસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રભાવિત હતો અને તેનું ન્યુઝિલેન્ડમાં કોઈ સમર્થન કરતું નથી.
હુમલામાં ઘાયલ ત્રણની હાલત ગંભીર હતો. સુપર માર્કેટનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હુમલાખોરને ભાગતો જોઈ શકાય છે. થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચે છે અને હુમલાખોરને સરેન્ડર કરવાનુ કહે છે અ્ને બાદમાં તેને ગોળી મારી દે છે.