ચાંગાસ્થિત વિશ્વ વિખ્યાત ચારૂસેટ યુનિવર્સીટી સંચાલિત પી.ડી.પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઈડ સાયન્સીસ (PDPIAS) કોલેજ અને o2h ડિસ્કવરી પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પી.ડી.પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઈડ સાયન્સીસ (PDPIAS) કોલેજે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક નેશનલ રેન્કિંગ-NIRF-2021માં દેશભરમાં 22મા સ્થાને આવીને ૬૧.૦૧ સ્કોર સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે.
PDPAIS માં હાલમાં રાસાયણિક વિજ્ઞાન, જૈવિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનમાં B.Sc., M.Sc. અને પીએચ.ડી. પ્રોગ્રામ ચાલે છે જે સંશોધન આધારિત અને પરિણામ આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મૂકે છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ દરમિયાન કૌશલ્ય વિકાસની તક મળે છે, ત્યારબાદ તેઓનું સારું પ્લેસમેન્ટ મળે તેવા પ્રયાસો થાય છે.
કેરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલ (CDPC) અને યુનિવર્સિટી ઈન્ડસ્ટ્રી ઇન્ટરએક્શન ઈનીશીએટિવ્સ (UIIC) તરીકે, PDPIAS હંમેશા શૈક્ષણિક અને ઉદ્યોગ વચ્ચે મજબૂત સેતુ સ્થાપિત કરવાનો રસ ધરાવે છે. તેથી, PDPIAS એ 22 સપ્ટેમ્બર 2021ના રોજ 5 વર્ષની સમય અવધિ માટે o2h ડિસ્કવરી પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.