Rakesh Jhunjhunwala
રેર એન્ટપ્રાઇઝના પાર્ટનર અને શેરબજારના જાણીતા ખેલાડી રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે અવસાન થયું હતું. REUTERS/Shailesh Andrade/File Photo

ભારતના શેરબજારના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન આકાશ એરને ભારત સરકારે મંજૂરી આપી છે. આકાશ એરની યોજના આગામી વર્ષ 2022ની સમર સિઝનમાં એરલાઈન સેવા શરૂ કરવાની છે. આકાશ બ્રાન્ડ નેમથી ભારતીય એવિએશન સેક્ટરમાં ઉતરી રહેલી SNV એવિએશન પ્રાઈવેટ લિમિટેડને સિવિલ એવિએશન મંત્રાલય દ્વાર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવામાં આવ્યું છે.

હવે કંપનીએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) પાસેથી એર ઓપરેટર પરમિટ લેવાની રહેશે.
આ એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ અંદાજે 247.50 કરોડ રૂપિયા એટલે કે 40 ટકા જેટલું હોઈ શકે છે. જો કે, આકાશ એરના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે, આકાશા એર ભારતીયો માટે દેશની સૌથી વધારે ડિપેન્ડેબલ, એફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરશે.

અગાઉ ઈન્ડિયન આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ કેપ્ટન જીઆર ગોપીનાથે વર્ષ 2003માં એર ડેક્કનની શરૂઆત કરી હતી. અને તે પણ ભારતની પ્રથમ લો કોસ્ટ એરલાઈન હતી. અન્ય એરલાઈન કંપનીઓનાં ભાડા કરતાં ડેક્કનનું ભાડું અડધું હતું. જો કે, 2007માં ગોપીનાથે એરલાઈનને વિજય માલ્યાને વેચી દીધી હતી. અને 2011માં આ કંપની બંધ થઈ ગઈ હતી.

આ એરલાઇન આશરે 100 બોઇંગ 737 મેક્સ વિમાનો માટે ઓર્ડર આપે તેવી શક્યતા છે. તાજેતરમાં રાકેશ ઝુનઝુનવાલાએ ભારતના વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.