Adani issue only company problem, will not affect money flow in India: Nirmala
ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામન. (PTI Photo/Manvender Vashist)

ભારત સરકારે હાથ ધરેલા આર્થિક સુધારા અને ખાસ કરીને પશ્ચાતવર્તી ટેક્સની નાબૂદીને અમેરિકાના બાઇડન વહીવટીતંત્ર અને કોર્પોરેટ વડાઓએ આવકાર્યા છે અને તેને પોઝિટિવ પગલું ગણાવ્યું છે, એમ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને જણાવ્યું હતું. નાણાપ્રધાન એક સપ્તાહની અમેરિકાની મુલાકાતે છે અને તેઓ અમેરિકાની ટોચના અધિકારીઓ અને બિઝનેસ વડાઓ સાથે બેઠકો કરી રહ્યાં છે.

આ વર્ષના ઓગસ્ટમાં સંસદે પશ્ચાતવર્તી ટેક્સને નાબૂદ કરતા ખરડાને બહાલી આપી હતી. જૂના કાયદામાં આવકવેરા વિભાગને વિદેશમાં કંપનીની માલિકી બદલાય ત્યારે 50 વર્ષ પહેલાના પણ સોદામાં કેપિટલ ગેઇન ટેક્સ લાગુ કરવાની સત્તા હતી. આ ખરડા મુજબ કંપનીઓને પશ્ચાતવર્તી અસરના ટેક્સનું રિફંડ આપવાની પણ જોગવાઈ છે. જોકે આવી કંપનીઓએ કાનૂની દાવો પાછા ખેંચી લેવા પડશે.

અમેરિકાની યાત્રા પર દરમિયાન વોશિંગ્ટનમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકારે કરેલા સુધારાને અમેરિકાની સરકારે પોઝિટિવ ગણાવ્યા છે. અમે જે કંપનીઓ સાથે મંત્રણા કરી હતી તે કંપનીઓએ પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. નાણાપ્રધાન વોશિંગ્ટનથી ન્યૂ યોર્ક જશે. અહીં તેઓ બિઝનેસ સમુદાય સાથે વિચારવિમર્શ કરશે. આ પછી તેઓ ભારતમાં પરત આવશે. નાણાપ્રધાન સોમાવારે એક સપ્તાહની અમેરિકાની મુલાકાતે ગયા છે.

નાણાપ્રધાને જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓએ આ સુધારાના નિડર ગણાવ્યા છે. સુધારાનો વાસ્તવિક અમલને થોડો સમય લાગ્યો હતો. અમે સ્પષ્ટ કર્યું હતું કે કાનૂની મજબૂરી હતી, જેથી થોડી રાહ જોવી પડી. કોર્ટમાં કેટલાંક કેસ છે, જેનો ઉકેલ લાવવો જરૂરી હતો. અમે રાહ જોઇ હતી અને તાર્કિક મળ્યા બાદ તરત અમે આ ટેક્સને નાબૂદ કરવા સંસદમાં ખરડો રજૂ કર્યો હતો. આ બાબતને એકંદરે પોઝિટિવ ગણવામાં આવી છે અને તેને આવકારવામાં આવી છે.

અમેરિકા સાથે ટ્રેડ ડીલ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે રોકાણને પ્રોત્સાહન મળે તેવી સમજૂતી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જે માટે ડિસેમ્બર સુધીનો સમય છે. અમે આ અંગે અમારી વાત રજૂ કરી છે. બંને દેશો મંત્રણા ચાલુ કરવા માગે છે અને શક્ય હોય તેટલી ઝડપથી સમજૂતી કરવા માગે છે. વેપારના વ્યાપક મુદ્દા અંગે વેપાર મંત્રાલય અમેરિકાના વેપાર મંત્રાલયના સંપર્કમાં છે. તેથી આ મુદ્દે મે વિગતવાર ચર્ચા કરી નથી.